મોબાઈલ હૈંડસેટ બનાવનારી કંપની જૈન મોબાઈલે પોતાના પોર્ટફોલિયોનો વિસ્તાર કરતા બે નવા મલ્ટીમીડિયા ફોન એમ-40 અને એમ-20 રજૂ કર્યા.
નવા મોડલને રજૂ કરવા વિશે કંપનીના પ્રબંધ નિદેશક દીપેશ ગુપ્તાએ કહ્યુ કે એમ-40 અને એમ-20 ફોનની વિશેષતા એ છે કે તેમા પ્રભાવશાળી સાઉંડ તકનીક આપવામાં આવી છે. સાથે જ આમાં મોટી સ્ક્રીન છે જેથી ઉપભોક્તા વીડિયોની પૂર્ણ મજા લઈ શકે.
એમ-40 સ્માર્ટ ડાયલિંગ અને 24 ઈંચની સ્ક્રીન સાથે પાંચ કલાકનો ટોકટાઈમ અને 200 કલાકનો સ્ટૈડબાઈ સમય આપે છે. જેની કિમંત 3599 રૂપિયા છે, જ્યારે કે તેમા એમ-20ની કિમંત 2599 રૂપિયા છે. જેની સ્ક્રીન 2,2 ઈંચની છે.
કંપની દ્વારા રજૂ કરવામાં આવેલ બંને નવા ફોન 3.5 એમએમ ઓડિયો જૈક, 1.3 મેગાપિક્સલ કેમેરા, એમએમ રેડિયો, બ્લૂટૂથ અને ડબલ સિમવાળી વિશેષતાઓ રહેલી છે.
જૈન મોબાઈલ 2008 ના નવેમ્બર મહિનાથી મોબાઈલ નિર્માણ અને વેચાણનુ કામ કરે છે. દેશભરમાં કંપનીના 600 વેચાણ છે.