વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » મારી ઈચ્છા ગ્રુપ છોડવાની - રતન ટાટા
Bookmark and Share Feedback Print
 

N.D
ટાટા ગ્રુપના અધ્યક્ષ રતન ટાટાએ કહ્યુ છે કે તેમને ગ્રુપ અધ્યક્ષના પદ પરથી બહાર નથી કરવામાં આવી રહ્યા, પરંતુ ઉત્તરાધિકારીની ખોજની સમિતિથી અલગ રહેવાનો નિર્ણય તેમનો પોતાનો છે જેથી એવુ ન લાગે કે તેઓ આ પ્રક્રિયાને પ્રભાવિત કરી રહ્યા છે.

ટાટાએ કહ્યુ કે હું કંપનીને કોઈ વ્હીલચેયર કે બોક્સમાં છોડીને નથી જવા માંગતો. તેમણે કહ્યુ કે કંપની મને બહાર નથી ધકેલી રહી, આ મારી ઈચ્છા છે.

ઉલ્લેખનીય છે કે રતન ટાટાના ઉત્તરાધિકારીની શોધ કરવામાં આવી રહી છે, અને તેને માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. 71 અરબ ડોલરના ટાટા ગ્રુપના નવા અધ્યક્ષની શોધની પ્રક્રિયા માર્ચ 2011 સુધી પુરી કરી લેવાની શક્યતા છે.

ખોજ સમિતિથી અલગ રહેવાના પ્રશ્ન પર ટાટાએ કહ્યુ કે આ સમિતિથી જુદા રહેવાનો નિર્યન મેં કર્યો છે. સમિતિને તપાસની આઝાદી છે અને કોઈને આ ન લાગવુ જોઈએ કે મેં ઉત્તરાધિકાર પ્રક્રિયાને ચલાવી રહ્યો છુ.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games