અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યુ કે અમેરિકી અર્થવ્યવસ્થા યોગ્ય દિશામાં જઈ રહી છે, પરંતુ તેની ગતિ વધારવાની જરૂર છે. ઓબામાએ કહ્યુ કે આ ગરમીમાં અને છેલ્લા 18 મહિનામાં અમે જે હકીકત જોઈએ છે તે આ વાતના સંકેત આપે છે કે અમે યોગ્ય દિશામાં આગળ ધપી રહ્યા છે. આપણે માત્ર ગતિ વધારવી પડશે.
તેમણે કહ્યુ કે અર્થવ્યવસ્થા યોગ્ય દિશામાં વધી રહી છે, રોજગાર, સૃજિત થઈ રહ્યા છે, પણ તે જોઈએ તેટલી ઝડપી ગતિથી નથી થઈ રહ્યા.
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યુ કે અમે રિપબ્લિકન અને ડેમોરકેટ નેતાઓની સાથે મળીને કામ કરતા રહીશુ જેથી રોજગાર સૃજનને ગતિ આપનારા વિચારો પર કામ થઈ શકે.
આ ઉપરાંત ઓબામાએ એ પણ કહ્યુ કે મહામંદી પછી પણ સૌથી મોટ નાણાકીય સંકટનો સામનો કરવા છતા અમરિકા દુનિયામાં સૌથી ગતિશીલ દેશ બનેલ છે અને અન્વેષણ અને ઉદ્યમશીલતના બાબતે વિશ્વિક અગ્રણી છે.
તેમણે કહ્યુ કે આર્થિક સંકટ પછી પણ અમારા બજાર દુનિયામાં સૌથી વધુ ગતિશીલ બનેલ છે, અમારા કર્મચારી સૌથી વધુ ઉત્પાદક છે.