એડીએજી અને જીટીએલ ઈંફ્રાસ્ટ્રક્ચરની ડીલ રદ્દ થઈ ગઈ છે. અનિલ અંબાણીની કંપની અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (એડીએજી)ની કંપની રિલાયંસ ઈંફાટેલ અને જીટીએલ ઈફ્રાસ્ટ્રક્ચરની ડિલ રદ્દ થઈ ગઈ છે.
આ બંને કંપનીઓ ટેલીકોમ ટાવર બિઝનેસનો વિલય કરનારી હતી અને આ 50 હજાર કરોડ રૂપિયાથી વધુનો સોદો હતો.
જીટીએલે મુંબઈ સ્ટોક એક્સચેંજ(બીએસઈ)ને માહિતી આપી છે કે બંને કંપનીઓની વચ્ચે જે સમજૂતી થઈ હતી તે 31 ઓગસ્ટના રોજ એક્સપાયર થઈ ગઈ.
27 જૂનના રોજ જીટીએલ અને રિલાયંસ ઈફ્રાટેલની નિદેશક બોર્ડે આ સોદાને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.
સૌદો રદ્દ થવાથી આ સમાચાર પછી જીટીએલ અને રિલાયંસ કમ્યુનિકેશંસ બંનેના શેરનો ભાવ ઉતરી રહ્યો છે.