વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » એમટીએસે સ્માર્ટ ફોન લોંચ કર્યો
Bookmark and Share Feedback Print
 

સિસ્ટેમા શ્યામ ટેલીસર્વિસિસ લિમિટેડ(એસએસટીએલ)ના મોબાઈલ ટેલીફોની બ્રાંડ એમટીએસે સોમવારે ત્રણ નવા સ્માર્ટ ફોન લોંચ કર્યા. જેમની કિમંત 4,999 રૂપિયાથી 13,500 રૂપિયાની વચ્ચે છે.

ઈંટરનેટ પ્રેમી યુવા વેપારીઓને ધ્યાનમાં રાખતા આ સ્માર્ટ ફોન(આઈવરી, બજ અને અલાઈવ)સામાજીક નેટવર્કિન સુવિદ્યાઓ અને હાઈ સ્પીડ ડાટા સર્વિસેસ યુક્ત છે.

એસએસટીએલના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી વેવોલોડ રોજાનોવે કહ્યુ, 'એમટીએસ સ્માર્ટફોન અતિ પ્રતિસ્પર્ધી અને ઉપકરણોથી સંપૂર્ણ રીતે સુસજ્જિત છે. આ ફોન ત્રીજી પેઢીની ક્ષમતાઓની સાથે આ ઉદ્યોગમાં એક કીર્તિમાન સ્થાપિત કરશે.

ત્રણે સ્માર્ટ ફોનમાં બજ સૌથી સસ્તો છે. જેની કિમંત 4,999 રૂપિયા છે. જેમા ફેસબુક અને ટ્વિટર જેવા સોશલ નેટવર્કિંગ સાઈટની સાથે જ ક્યુડબલ્યુઈઆરટીવાઈ કીબોર્ડ અને 4જીબી ક્ષમતાની મેમોરી છે. આ જ રીતે અલાઈવની કિમંત 6000 રૂપિયા અને આઈવરીની કિમંત 13,500 રૂપિયા છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games