ટાટા સમૂહના અધ્યક્ષ રતન એન ટાટાને અમેરિકાના પેપરડીન વિશ્વવિદ્યાલયે ડોક્ટર ઓફ લો ની માનદ ઉપાધિથી સન્માનિત કર્યા છે.
શ્રી ટાટાને અહી આયોજીત એક કાર્યક્રમમાં આ ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપાધિ અમેરિકાના કેલીફોર્નિયાના પેપરડીન વિશ્વવિદ્યાલયના રિજેટ્સ બોર્ડના અધ્યક્ષ એંડૂવના બેટાને અહી પ્રદાન કરી.
શ્રી બેટાને આ પ્રસંગે કહ્યુ કે શ્રી ટાટા એક સફળ ઉદ્યમીનુ લાજવાબ ઉદાહરણ છે. શ્રી ટાટા ન ફક્ત ભારતના પરંતુ સમગ્ર દુનિયાભરના શ્રમિકોનો આદર્શ છે. એ ફક્ત એક સફળ ઉદ્યમી જ નથી પરંતુ એક માનવીય વ્યક્તિ પણ છે, જેમના કામથી વૈશ્વિક સ્તર પર ઉપેક્ષિત મહિલા બાળકો અને પુરૂષોને લાભ થયો છે. શ્રી ટાટા હજારો વિદ્યાર્થી અને યુવાઓને માટે પ્રેરણા સ્ત્રોત પણ છે.
શ્રી ટાટા વર્ષ 1991થી ટાટા સમૂહના અધ્યક્ષ છે.
અત્યાર સુધી ઘણી આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય તેમને વિવિધ ક્ષેત્રોની માનદ ઉપાધિથી સન્માનિત કરે ચૂક્યા છે.