વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક | વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » હવે મંદીનો દારોમદાર એશિયા નામના એંજિન પર !!

યુરોપ અને અમેરિકાના કહેવાતા મહાકાય અર્થતંત્ર મંદીનો સામનો કરવામાં વામણાં પૂરવાર થઈ રહ્યાં છે. સમગ્ર વિશ્વના આગેવાનોને લાગે છે કે આ વખતે પણ વિશ્વના અર્થતંત્રની છૂકછૂક ગાડીનો દારોમદાર એશિયા નામના એન્જિન ઉપર જ આધારિત રહેશે.

વિશ્વ આર્થિક મંચ એટલે કે ડબ્લ્યુઇએફની બેઠકના બીજા દિવસે એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)ના અધ્યક્ષ હારુહિકો કુરોદાએ એવો દાવો કર્યો હતો કે ચીન અને ઇન્ડોનેશિયાને લીધે એશિયા આંતરરાષ્ટ્રીય આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બની રહેશે. કુરોદાએ એવી આશા વ્યક્ત કરી છે કે આ વર્ષે એશિયાની અર્થવ્યવસ્થા સાત ટકાના દરે વિકસશે.

એડીબીના અનુમાન પ્રમાણે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઇએમએફ) દ્વારા 2012માં વિશ્વ અર્થવ્યવસ્થા વિશે જે આગાહી કરવામાં આવી હતી તેના કરતા સ્થિતિ ઘણી સારી છે. કુરોદાએ જણાવ્યા પ્રમાણે એશિયામાં હજુ પણ ક્ષેત્રીય તેમજ સ્થાનિક માગ ખૂબ મજબૂત છે. અલબત્ત, બાહ્ય માગ થોડી ઘટતાં વિકાસદર ધીમો પડી શકે છે. 2012માં ચીનનો આર્થિક વિકાસ દર 8 ટકા અને ભારતનો વિકાસદર 7 ટકાથી સ્હેજ ઊંચો રહેશે એવી ધારણા છે.
સંબંધિત જાણકારી
WebduniaWebdunia
Photogallery | Games