એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાએ લેન્ડીંગ અને પાર્કિંગ ચાર્જીસને લગભગ બમણો કરવાની માંગ કરી છે, જેને પગલે હવાઇ મુસાફરી મોંઘી બને તેવી શક્યતા છે.
એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી( એઇઆરએ) આ માંગણી પર જેવી મંજુરીની મહોર મારશે એ સાથેજ ભાડામાં વધારો કરી આ બોજો મુસાફરો પર નાંખી દેવામાં આવશે.
દરમિયાન એરલાઇન્સ કંપનીઓ એરપોર્ટ ચાર્જીસ વધારાની દરખાસ્તનો વિરોધ કરી રહી છે. એરલાઇન્સ કંપનીઓએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાને ટ્રાફિકનું પ્રમાણ ઘટાડીને વધારાનો રોકડ પ્રવાહ ઉભો કરવા અનુરોધ કર્યો છે.
મહત્વપૂર્ણ છે કે દેશનાં 125 જેટલા એરપોર્ટનું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના હસ્તગત છે