સંખ્યાબદ્ધ ફ્લાઇટ્સ રદ કરી મુસાફરોને પારવાર પરેશાનીમાં મુકનાર કિંગફિશરનું લાયસન્સ રદ નહીં થાય..નાગરિક ઉડ્યન મંત્રાલયે ખુબ જ મોટુ નામ ધરાવતી આ એરલાઇન્સને જીવતદાન આપ્યું છે, જો કે આ તક સરકાર દ્વારા કિંગફિશરને આપવામાં આવેલી છેલ્લી તક છે.
સરકારે કિંગફિશરને તેના કુલ 64 એરક્રાફ્ટ પૈકિ હાલ જે 28 એરક્રાફ્ટ ઓપરેટ છે તેને યોગ્ય રીતે અને નવા સમયપત્રક સાથે સેવામાં મુકવા જણાવ્યું છે.
તો બીજી તરફ એરઇન્ડીયા અને જેટ એરવેઝ સહિતની એરલાઇન્સ કંપનીઓએ કિંગફિશરને કેશ અને કેરી હેઠળ લાવી દીધી છે, એટલે કે કિંગફિશરની કેન્સલ થયેલી ફ્લાઇટને લીધે અટવાઇ ગયેલા મુસાફરોને કિંગફિશર જે એરલાઇન્સમાં ટ્રાન્સફર કરવા માંગશે તે એરલાઇન્સને કિંગફિશરે તાત્કાલિક ટિકિટના પૈસા ચૂકવવા પડશે