એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર સમીક્ષા હેઠળના (31 જુલાઈથી 6 ઓગસ્ટ) સપ્તાહ દરમિયાન 1,48,173 સોદામાં રૂ.21,558.10 કરોડની કિંમતનાં 45,04,955 લોટનાં કામકાજ થયાં હતાં, જે આગલા સપ્તાહે રૂ.18,257.11 કરોડની કિંમતનાં 37,74,366 લોટનાં થયાં હતાં. ઓગસ્ટ વાયદામાં 1,23,572 સોદામાં રૂ.18,256.95 કરોડનાં 38,16,405 લોટ, સપ્ટેમ્બર વાયદામાં 24,249 સોદામાં રૂ.3,261.50 કરોડનાં 6,80,308 લોટ, ઓક્ટોબર વાયદામાં 273 સોદામાં રૂ.20.52 કરોડનાં 4,274 લોટ, નવેમ્બર વાયદામાં 30 સોદામાં રૂ.9.03 કરોડનાં 1,878 લોટ અને ડિસેમ્બર વાયદામાં 18 સોદામાં રૂ.6.04 કરોડનાં 1,252 લોટનાં કામકાજ થયાં હતાં. 2010ના વાયદાઓમાં જાન્યુઆરી વાયદામાં 22 સોદામાં રૂ.2.07 કરોડનાં 428 લોટ, ફેબ્રુઆરીમાં 8 લોટ, માર્ચમાં 2 સોદામાં રૂ.1.94 કરોડનાં 400 લોટ અને જૂન વાયદામાં 2 લોટના વેપાર થયા હતા.
ભાજપ સરકારે હજુ વિધાનસભાની ચૂંટણી બાકી છે તે પહેલા જ 2013ના વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની તૈયારીઓ શરૂ કરી દીધી છે.