મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > શેર સૂચકાંક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સેંસેક્સમાં આજે 951 પોઇંટ્સનો ઘટાડો
2007-08ના સેંસેક્સમાં અત્યાર સુધીના સૌથી મોટા 10 કડાકાઓ
PTIPTI

મુબઇ. દેશના શેર બજારોમાં બ્લેક મંડે ફરી એક વખત જોવા મળ્યો હતો. પહેલા 15,000નું સ્તર તોડ્યા બાદ સેંસેક્સ 900થી વધુ પોઇંટ્સ ઘટીને બંધ થયો હતો. સેંસેક્સમા આજનો કુલ ઘટાડો 951 પોઇંટ્સ રહ્યો. આ સેંસેક્સના ઈતિહાસનો બીજો સૌથી મોટો કડાકો છે.

આજે નીફ્ટી પણ 45,000નું સ્તર તોડીને 242 પોઇંટ્સ નીચે બંધ રહ્યો. સેંસેક્સ અને નીફ્ટીમાં ઘટાડો એટલો ખરાબ રહ્યો કે તેમાં શામેલ કોઈ શેરો વધારા સાથે બંધ થઈ શક્યા નથી. આજના ઘટાડા પાછળ વૈશ્વિક શેર બજારો તરફથી મળેલા નબળા સંકેતોનો હાથ રહ્યો જે અમેરિકાની મંદીની આશંકાથી ડરેલા છે.

આજે વ્યાપારમાં બેંકિંગ અને કન્ઝુમર ક્ષેત્રના શેરોમાં 9 ટકાથી વધુ , મેટલ અને રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં 7 ટકાથી વધુ અને કેપીટલ ક્ષેત્રમાં 6 ટકાથી વધુ ઘટાડો થયો હતો. ફાર્મા, ઓઈલ અને ગેસ અને ઉર્જા ક્ષેત્રમાં પ ટકાથી વધુ તેમજ ઓટો અને પીએસયૂમાં 4 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈના બાકીના શેરોમાં પણ ઓછામાં ઓછા 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

મેડકેપ અને સ્મોલકેપમાં પણ લગભગ 7 ટકાનો ઘટાડો થયો હતો. આઈસીઆઈસીઆઈ બેંક, જયપ્રકાશ એશોસિએટ્સ, એચડીએફસી, હિડાલ્કો, રિલાયન્સ એનર્જી, ટાટા સ્ટીલ, ડીએલએફ, એલએન્ડટી, રિલાયન્સ કમ્યુનિકેશન અને ગ્રાસિમના શેરોમાં સૌથી વધારે ઘટાડો નોંધાયો હતો.

મુંબઈ શેર બજારમાં સેંસેક્સ 14,809.49 પર 951.03 પોઇંટ્સ ઘટીને અને નીફ્ટી 4503.10 પર 242.70 પોઇંટ્સ ઘટીને બંધ રહ્યો હતો.


બજારના 10 સૌથી મોટા કડાકા પોઇંટ્સમાં છે...:

1. 21 જાન્યુ.,2008 - 1408.35 પોઇંટ્સ
2. 17 માર્ચ, 2008 - 951.03
3. 3 માર્ચ ,2008 - 900.84
4. 22 જાન્યુ.,2008 - 875.41
5. 11 ફેબ્રુ.,2008 - 833.98
6. 18 મે, 2006 - 826.38 પોઇંટ્સ
7. 13 માર્ચ, 2008 - 770.63 પોઇંટ્સ
8. 17 ડિસે., 2007 - 769.48 પોઇંટ્સ
9. 17 ઓક્ટો., 2007 - 717.43 પોઇંટ્સ
10. 18 જાન્યુ., 2007 - 687.82 પોઇંટ્સ
ઘણું બધુ
શેરબજારમાં કડાકો-15,088 પોઇંટસ પર ખુલ્યો
સેન્સેક્સમાં 400 પોઈન્ટનો વધારો
સેન્સેક્સમાં 110 પોઈન્ટનો વધારો
શેર બજારમાં જુઓ અને પ્રતિક્ષા કરો
સેન્સેક્સમાં 846.63 પોઈન્ટનો ઘટાડો
શેરબજારમાં 204 પોઈન્ટનો વધારો