સત્યમ કોમ્પયુટરને જાન્યુઆરીથી માર્ચ માસ સુધીના સમયગાળા દરમિયાન તેને પોતાના વર્તમાન ગ્રાહકો પાસેથી રૂ. 2000 કરોડની વસુલાત થઇ હોવાનું કંપનીના બોર્ડ અધ્યક્ષ કિરણ કર્ણિકે આ માહિતી આપી હતી.
કર્ણિકે સમાચાર સંસ્થાને કહ્યું હતું કે, આ ત્રણ માસ દરમિયાન અમે અમારા નવા ગ્રાહકો અને કેટલાક વર્તમાન ગ્રાહકો પાસેથી રૂ. 2000 કરોડની રકમ મેળવી છે. તેમણે કહ્યું હતું કે, આ દરમિયાન કેટલાક જુના ગ્રાહકોએ અમારો સાથ છોડ્યો હતો પરંતુ કેટલાક નવા ગ્રાહકોએ અમારી આંગળી પકડી હતી.
|