મુંબઇ શેર બજારમાં ગઇકાલની ડૂબકી બાદ આજે ઉછાળો આવ્યો હતો. સેંસેક્સમાં 151 પોઇન્ટ તથા નિફ્ટીમાં 49 પોઇન્ટનો વધારો નોંધાયો હતો.
દેશના શેરબજારો આજે સકારાત્મક રહ્યા હતા. રોકાણકારોએ ખરીદી કરતાં બજારમાં ઉછાળો આવ્યો હતો. સેંસેકસમાં 1.05 ટકા એટલે કે 151.63 પોઇન્ટનો વધારો નોંધાતાં બજાર 14645.47 પોઇન્ટે સ્થિર થયું હતું. જ્યારે નિફ્ટીમાં 1.16 ટકા એટલે કે 49.80 પોઇન્ટનો ઉછાળો આવતાં 4340.90 પોઇન્ટે બજાર બંધ રહ્યું હતું.
|