ઉચો આર્થિક વિકાસ દર હાંસલ કરવા માટે આર્થિક સમીક્ષામાં મોટાપાયે સુધારા સુચવાયા છે. સંસદમાં નાણામંત્રી પ્રણવ મુખરજીએ આજે રજુ કરેલા આર્થિક સર્વેમાં જાહેર ક્ષેત્રના શેરવેચવા તથા ખાનગી સેક્ટર માટે રેલવેને ખુલ્લુ મુકવા ઉપર ઇશારો કરાયો છે. આ ઉપરાંત સંરક્ષણ, રિટેઇલ તથા વીમા ક્ષેત્રમાં એફ.ડી.આઇની નીતિના ફેલાવા માટે ભાર મુકાયો છે.
દેશ આર્થિક મંદીમાંથી ધીમે ધીમે પણ મક્કમ ગતિએ બહાર આવી રહ્યો છે ત્યારે ચાલુ વર્ષે નાણાકીય વર્ષ દરમિયાન આર્થિક વિકાસ દર 7.5 ટકાનો હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે.
|