ભાડામાં કોઇપણ જાતનો વધારો કર્યા સિવાય મુસાફરોને નવી ટ્રેનો સહિતની સુવિધાઓ આપતા રેલ મંત્રી મમતા બેનરજીના ફુલગુલાબી બજેટને પગલે આજે શેર બજારમાં પણ તેજી જોવા મળી હતી. સેંસેક્સ 254 પોઇન્ટ તથા નિફ્ટીમાં 75 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના રેલવે મંત્રી મમતા બેનરજીએ આજે રજુ કરેલા જનતાલક્ષી બજેટ શેર બજારમાં પણ છવાયું હતું. સેંસેક્સમાં 254.56 પોઇન્ટનો વધારો થતાં બજાર 14913.05 પોઇન્ટ તથા નિફ્ટીમાં 75.40 પોઇન્ટનો વધારો થતાં બજાર 4424.25 રહ્યું હતું.
|