ભારતીય શેર અને વાયદા બજારમાં શનિવારે એટલેકે દિવાળીના દિવસે પણ વેપાર થશે. આ દિવસે મુંબઈ શેર બજાર બીએસઈ અને નેશનલ સ્ટોક એક્સચેંજ એનએસઈમાં લગભગ એક કલાક સુધી મૂહુર્ત વેપાર ચાલશે. બીએસઈમાં સાંજે ચાર વાગ્યે લક્ષ્મી પૂજા પછી 5 વાગીને 15 મિનિટે લોગ ઈન કરી શકાશે. આ એક્સચેંજમાં વેપાર સાંજે 6 વાગીને 15 મિનિટથી 7 વાગીને 25 મિનિટ દરમિયાન થશે. એનએસઈમાં પણ આ જ સમયે મૂહુર્ત વેપાર થશે. દિવાળીન અદિવસે ત્રણ મુખ્ય કમોડિટી એક્સચેંજો-એમસીએક્સ, એનસીડીઈએક્સ, એનએમસીઈમાં ડેરિવેટિવ અને વાયદામાં મુહૂર્ત થશે.