રિલાયંસ પ્રભાવને કારણે શેર બજારોમાં ઝડપથી તેજીના કારણે દેશની દસ ટોચની કંપનીઓનુ બજાર મૂડીકરણ વીતેલા અઠવાડિયામાં 55000 કરોડ રૂપિયા વધ્યુ.
બીએસઈની યાદીમાં ટોચની દસ કંપનીઓનુ બજાર મૂડીકરણ 17.7 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ એક્સચેંજમાં યાદીબધ્ધ 4000થી વધુ કંપનીઓના કુલ બજાર મૂડીકરણનો લગભગ 30 ટકા ભાગ આ દસ કંપનીઓનો છે.
રિલાયંસ ઈંડસ્ટ્રીઝે આઠ ઓક્ટોબરના રોજ બોનસની જાહેરાત કરી હતી અને વીતેલા અઠવાડિયામાં તેનુ બજાર મૂડીકરણ 17000 કરોડ રૂપિયાથી વધુ વધીને 3.65 લાખ રૂપિયા થઈ ગયુ છે.