સોફ્ટવેર કંપની વિપ્રોને એકીકૃત ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર મહિનામાં સમાપ્ત થતી બીજી ત્રિમાસિકમાં 18.76 ટકા વધીને 1.161.7 કરોડ રૂપિયા રહ્યો.
વિપ્રોએ મુંબઈ સ્ટોક એક્સચેંજને આપેલી સૂચનામાં કહ્યુ કે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 978.2 કરોડ રૂપિયા હતો.
ચાલુ નાણાકીય વર્ષમાં જુલાઈ-સપ્ટેમ્બરના સમયમાં કંપનીની કુલ આવક વધીને 7,057.4 કરોડ રૂપિયા રહી, જ્યારે કે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ 6,664.8 કરોડ રૂપિયા હતી.