ઈંડિયા સીમેંટનો ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષની બીજી ત્રિમસિક જુલાઈ, સપ્ટેમ્બરમાં 2 ટકા વધીને 136.94 કરોડ રૂપિયા રહ્યો. આ પહેલા નાણાકીય વર્ષની સમાન અવધિમાં કંપનીનો ચોખ્ખો નફો 134.27 કરોડ રૂપિયા હતો. ઈંડિયા સીમેંટ્સે મુંબઈ શેર બજારને આપેલ સૂચનામાં કહ્યુ કે આલોચ્ય અવધિમાં કંપનીની કુલ આવક વધીને 994.92 કરોડ રૂપિયા રહી જ્યારે કે પૂર્વ નાણાકીય વર્ષની સમાન અવધિમાં આ 929.64 કરોડ રૂપિયા હતી.
સપ્ટેમ્બરમાં સમાપ્ત થતા ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ છમાસિકમાં કંપનીનો ચોખ્ખો લાભ 281.22 કરોડ રૂપિયા રહ્યો જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયના મુકાબલે 1.74 ટકા વધુ છે. ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીની આવક વધીને 1,955. 17 કરોડ રૂપિયા રહી જ્યારે કે ગયા નાણાકીય વર્ષમાં આ 1,805. 88 કરોડ રૂપિયા હતી.