વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » શેર સૂચકાંક » હિંડાલ્કો શેર વેચીને 3000 કરોડ એકત્ર કરશે
Feedback Print Bookmark and Share
 

આદિત્ય બિડલા સમૂહની કંપની હિંડાલ્કોએ પોતાની પરિયોજનઓ ના નાણાકીય પૂરતી માટે શેર વેચાણ દ્વારા લગભગ 3000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે.

હિંડાલ્કોના મુખ્ય નાણાકીય અધિકારી એસ. તાલુકદારે કહ્યુ કે કંપનીની યોજના, પાત્ર સંસ્થાગત નિયોજન કે જીડીઆર દ્વારા વિદેશી બજારોમાં ઈકવિટી વેચીને ફંડ એકત્ર કરવાની છે.

જો કે તેમણે ઉપરોક્ત રકમ એકત્ર કરવાની સમય સીમા નથી બતાવી. કંપનીએ આવતા ત્રણ વર્ષો દરમિયાન 23,000 કરોડ રૂપિયા મૂડી રોકાણની યોજના બનાવી છે, જેના 40 ટકા ઋણ દ્વારા એકત્ર કરવાની યોજના છે.

હિંડાલકોના પ્રબંધ નિદેશક દેબૂ ભટ્ટાચાર્યએ કહ્યુ કે કંપનીની વિસ્તાર યોજનાઓ કાર્યક્રમ મુજબ ચાલી રહી છે. ઉત્કલ એલ્યૂમિના રિફાઈનરીથી ઉત્પાદન જુલાઈ 11 મે ઉત્પાદન શરૂ થવાની આશા છે.
સંબંધિત જાણકારી શોધો