કેરલ સ્થિત ફેડરલ બેંક લિમિટેડનો ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ છ માસિકમાં 30.16 ટકા વધીને 237.45 કરોડ રૂપિયા રહી. પૂર્વ નાણાકીય વર્ષની સમાન અવધિમાં બેંકનો ચોખ્ખો નફો 182.43 કરોડ રૂપિયા હતી.
ફેડરેલ બેંકના મહા પ્રબંધક થામસ જોસેફે જણાવ્યુ કે ગયા નાણાકીય વર્ષમાં બેંકનો ચોખ્ખો લાભ 500.49 કરોડ રૂપિયા હતો.
તેમણે કહ્યુ કે અત્યાર સુધી બેંકનો સંપૂર્ણ વેપાર લગભગ 60,000 કરોડ રૂપિયા રહ્યો છે અને 2011 સુધી 1000 અરબ રૂપિયાના કુલ વેપારનુ લક્ષ્ય છે.