વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » શેર સૂચકાંક » આરઈસીનો એફપીઓ આવતા વર્ષે
Feedback Print Bookmark and Share
 

ગ્રામીણ વિદ્યુતીકરણ નિગમ (આરઈસી)નો અનુવર્તી નિર્ગમ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં આવવાની શક્યતા છે. કંપની ડિસેમ્બરના મધ્ય સુધી બજાર નિયામક સેબી સાથે આ વિશે સંપર્ક કરશે.

આરઈસીના ચેયરમેન અને પ્રબંધ નિદેશક ઉમા શંકરે અહીં સંવાદદાતાઓને કહ્યુ, આરઈસી ડિસેમ્બરના મધ્ય સુધી વિવરણી પુસ્તિકા સેબી પાસે જમા કરશે. અમારી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં એફપીઓ લાવવાની યોજના છે.

આ એફપીઓ દ્વારા કંપની 15 ટકા નવા ઈકવિટી રજૂ કરશે જ્યારે કે સરકાર પોતાની 5 ટકા ભાગીદારીનુ રોકાણ કરશે. આ દ્વારા કંપનીને વર્તમાન બજાર કિમંતના આધારે 3,450.09 કરોડ રૂપિયા મળવાની આશા છે. બપોરે આરઈસીના પ્રતિ શેરનો ભાવ મુંબઈ શેર બજારમાં 200.90 રૂપિયા હતો.
સંબંધિત જાણકારી શોધો