મુંબઈ સ્ટોક એક્સચેંજ બીએસઈ શેરોની સાથે સાથે લોન, વ્યાજ, ડિરેવિટિવ્સ, વિદેશી મુદ્રા અને વીજળી વેપાર જેવી નવી શ્રેણીઓનો વાયદા વેપાર શરૂ કરવા પર વિચાર કરી રહી છે.
બીએસઈના બજાર વિકાસના પ્રમુખ જેમ્સ શૈપિરોએ એક સેમિનારમાં કહ્યુ કે આ પગલુ એશિયાના આ સૌથી જૂના સ્ટોક એક્સચેંજને પારંપારિક એક્સચેંજની જગ્યાએ મલ્ટી એસેટેવાળા એક્સચેંજમાં ફેરવવામાં મદદ કરશે.
શૈપિરોએ કહ્યુ એક બીએસઈ પારંપરિક એક્સચેંજથી મલ્ટી એસેટ એક્સચેંજમાં રૂપાંતરિત થઈ રહી છે. તેમણે કહ્યુ કે આ એક્સચેંજ હજુ સંક્રમણકાળમાંથી પસાર થઈ રહ્યુ છે. તેમણે કહ્યુ કે મલ્ટી એસેટ વિવિધ પ્રકારની પરિસંપત્તિઓ : એક્સચેંજ બનવાની યોજના હેઠળ અમે લોન પત્રો, ડિરેવેટિવ્સ ઉત્પાદ, વ્યાજ દર ડિરેવેટિવ્સ, વિદેશી મુદ્રાની સાથે સાથે વીજળી વેપાર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રમાં વિવિધીકરણ કરવાની દિશામમાં આગળ વધી રહ્યા છે.