ડાયરેક્ટ-ટુ-હોમ 'ડીટીએચ' સેવા પૂરી પાડનારી ડિશ ટીવી ઈડિયાએ કહ્યુ કે એ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિભૂતિઓ રજૂ કરી 10 કરોડ ડોલર લગભગ 464 કરોડ રૂપિયા એકત્ર કરશે.
કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેંજને આપેલ માહિતીમાં જણાવ્યુ કે રોકાણકારોની સમિતિએ જીડીઆરના દ્વારા 10 કરોડ ડોલર એકત્ર કરવાનો પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ જીડીઆર ઈકવિટી શેરોમાં પરિવર્તનીય રહેશે.
કંપનીએ જણાવ્યુ કે દરેક જીડીઆર કંપનીના 1000 ઈકવિટી શેરના બરાબર રહેશે. જીડીઆરની ઈશ્યૂ કિમંત 39.7 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
કંપની આંતરરાષ્ટ્રીય બજારમાં 1,17,035 પ્રતિભૂતિ રજૂ કરશે જે 11.70 કરોડથી વધુ ઈકવિટી શેરોના બરાબર રહેશે.