વીડિયોકોન ઈંડસ્ટ્રી લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષની ત્રીજી ત્રિમાસિકમાં 131.67 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો, જે ગયા વર્ષની સમાન અવધિના 60.43 કરોડ રૂપિયાની સરખામણીમાં 117.8 ટકા વધુ છે.
કંપનીએ જણાવ્યુ કે આ સમય દરમિયાન તેમની કુલ આવકમાં 35 ટકાનો વધારો થયો છે અને ગયા વર્ષના 2080.62 કરોડ રૂપિયાથી વધીને 2810.38 કરોડ રૂપિયા પહોંચી ગયો છે.