મુખ્યમંત્રી મોદીએ આજે કચ્છ માંડવીમાં ભ્રષ્ટ્રાચાર મુદ્દે કેન્દ્ર સરકાર અને ચિદમ્બરમ પર નિશાન સાધીને અનેક આક્ષેપો કરી નાખ્યા હતા જેની પ્રતિક્રીયા સ્વરૂપે આજે કોંગ્રેસે મોદી પર નિશાન સાધીને આક્ષેપોનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.
સામાન્ય રીતે તમે એક જીવીત વ્યક્તિની સામાન્ય તસ્વીરની કિંમત તમે કેટલી આંકી શકો... પરંતુ જો તે નરેન્દ્ર મોદીની તસ્વીર હોય તો તેની કિંમત રૂ.2.51 લાખ પણ ઉપજી શકે છે. અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોને મળેલી ભેટસોગાદોની થયેલી જાહેર હરાજીમાં તંત્રએ 1399 જેટલી ચીજોના વેચાણથી જ રૂ. 2.04 કરોડની રકમ ઉપજાવી છે. આ રકમ કન્યા કેળવણી ફંડમાં જમા કરાવવામાં આવશે.