મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફ્રાંસે ચીનની મશાલ સુરક્ષાની નિંદા કરી

ફ્રાંસ સરકારે ચીનનાં સુરક્ષા કર્મચારીઓની પેરિસમાં આ અઠવાડિયે મશાલ દોડ દરમિયાન તેની સુરક્ષા માટે ઘણી વખત ઓલવવાની કાર્યવાહીની નિંદા કરી છે.

ફ્રાંસનાં વિદેશ મંત્રી બર્નાર્ડ કોચરે નિચલા સદનમાં કહ્યું હતું કે, પેરિસમાં ઓલમ્પિક મશાલની સુરક્ષા સંભાળી રહેલા ચીની સુરક્ષા કર્મચારીઓનાં વ્યવહારથી હું ચકિત છું તેમણે તેની સુરક્ષાનાં નામ પર તેને ઘણી વખત સળગાવી અને ઓલવી હતી. ચીનનાં સુરક્ષા કર્મચારીઓની આ કાર્યવાહીથી માત્ર હું નહીં ત્યાં હાજર ઘણા ખેલાડી પણ મારા જેટલા જ આશ્ચર્યચકિત હતાં.

ઉલ્લેખનીય છે કે, ગત સોમવારે પેરિસમાં તિબેટ સમર્થક દેખાવકારોની હાજરીથી ચિંતિત ચીની સુરક્ષા અધિકારીઓએ મશાલની દોડને નાની કરી મશાલને બસમાં બંધ કરી દીધી હતી. ફ્રાંસની પોલીસનું કહેવું છે કે ઓલમ્પિક મશાન સાથે ચાલી રહેલા ચીની અધિકારીઓએ ભ્રમની સ્થિતિ પેદા કરી દીધી. જેનાં કારણે મશાલ સમારંભ ધીમો થઈ ગયો.

ફ્રાંસનાં રમત મંત્રી રોસેલીન બશેલોતે સંસદમાં એક પ્રશ્નનાં જવાબમાં કહ્યું હતું કે, ચીની અધિકારીઓએ નેપેરિસમાં મશાલ દોડનાં કાર્યક્રમમાં આખરી સમયે પરિવર્તન કર્યું, જેથી ફ્રાંસનાં અધિકારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
ઘણું બધુ
બ્રિટનમાં સૌથી વધારે કાર્યરત ભારતીયો
આવારા સૌથી લોકપ્રિય ફિલ્મ
લંડન કોર્ટમાં HSMP મુદ્દે ભારતીયોની જીત
પાકિસ્તાનમાં પદભ્રષ્ટ જજોની બહાલી શરૂ
ડાયનાનું મોત ડ્રાયવરની લાપરવાહી : જ્યુરી
હોલીવુડ અભિનેતા ચાર્લ્ટન હેસ્ટનનું નિધન