મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઈરાક : હિંસામાં 12નાં મોત

ઈરાકમાં સદ્દામ સરકારનાં અપદસ્થ કર્યાનાં પાંચ વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે અશાંત સ્થિતિને પેદા થતી રોકવા માટે વાહનોની અવરજવર પર પ્રતિબંધ છતાં સદ્ર શહેરમાં હિંસક ઘટનાઓમાં દસથી વધુ લોકોનાં મૃત્યુ થયા હતાં.

પોલીસે જણાવ્યું હતું કે, આખી રાત ચાલેલી હિંસામાં છ લોકો માર્યા ગયા જ્યારે સવારે એક ક્રબ્રસ્તાનમાં થયેલા વિસ્ફોટમાં વધુ લોકોનાં મોત થયા હતાં તથા અન્ય 14 ઘાયલ થયા હતાં.

સદ્ર શહેરનાં ઈનામ અલી હોસ્પિટલમાં ડો. કાસિમ અલ મુદાલાએ જણાવ્યું હતું કે, 11 શબ તથા ઈલાજ માટે 54 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મરનારાઓમાં ચાર બાળકો અને બે મહિલાઓ પણ છે.

બગદાદનાં અન્ય ભાગોમાં શાંતિ છે. સરકારનાં અપદસ્થ થયાનાં પાંચ વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે એક દિવસ માટે વાહનોની અવરજવર રોકવામાં આવી હતી. દુકાનો, સરકારી કાર્યાલય, સ્કૂલ તથા વિશ્વવિદ્યાલય બંધ રાખવામાં આવ્યા હતાં.

શિયા નેતા મક્તદા અલ સદ્રએ અમેરિકા વિરૂદ્ધ મોટા દેખાવોનું આહ્વાન કર્યું હતું પરંતુ પોતાનાં સમર્થકોની સુરક્ષાને લઈને આ પ્રદર્શન સ્થગિત કરી દીધું હતું.
ઘણું બધુ
ફ્રાંસે ચીનની મશાલ સુરક્ષાની નિંદા કરી
બ્રિટનમાં સૌથી વધારે કાર્યરત ભારતીયો
આવારા સૌથી લોકપ્રિય ફિલ્મ
લંડન કોર્ટમાં HSMP મુદ્દે ભારતીયોની જીત
પાકિસ્તાનમાં પદભ્રષ્ટ જજોની બહાલી શરૂ
ડાયનાનું મોત ડ્રાયવરની લાપરવાહી : જ્યુરી