લેટિન અમેરિકન દેશ વેનેજુએલાએ તિબેટનાં મુદ્દે ચીનનું સમર્થન કર્યું છે. વેનેજુએલાનાં રાષ્ટ્રપતિ હયોગો શાવેજે આજે કહ્યું હતું કે, તિબેટ મામલે તે ચીન સાથે છે. તેમણે વિશ્વનાં બીજા દેશોને પણ આ મામલે ચીનનું સમર્થન કરવાની અપીલ કરી છે.
તેમણે કહ્યું હતું કે, તિબેટમાં જે કંઈ થઈ રહ્યું છે તે અમેરિકાનાં ઈશારે ઓલમ્પિક રમતોને નુકશાન પહોંચાડવાનાં ધ્યેયથી કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વનાં દેશોએ ઓલમ્પિક રમતોનું સમર્થન કરવું જોઈએ.
તાજેતરમાં તિબેટની રાજધાની લ્હાસામાં ચીન વિરૂદ્ધ દેખાવો અને હિંસાની ઘટનાઓ ઘટી હતી. જેનાં પક્ષમાં અને વિરોધમાં સમગ્ર દુનિયા તીખી ટિકાઓ કરી રહી છે. ભારતમાં પણ તિબેટીઓનાં ધર્મગુરૂ દલાઈ લામાનાં સમર્થકોએ ઘણા સ્થાનો પર ચીન વિરૂદ્ધ ધરણા ધર્યાં હતાં.
|