મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાકિસ્તાન : સંઘર્ષમાં સાતનાં મોત

પાકિસ્તાનનાં કરાચી શહેરમાં રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનાં સમર્થકો અને વિરોધીઓ વચ્ચે સંઘર્ષોમાં ગઈકાલે ઓછામાં ઓછા સાત વ્યક્તિઓનાં મૃત્યુ થયા હતાં. આ માહિતી હોસ્પિટલનાં અધિકારીઓએ આપી છે.

મુશર્રફ વિરોધીઓ સત્તામાં હોવા છતાં રાજકીય હિંસા ભડકવાની આ પ્રથમ ઘટના છે. પોલીસનાં એક વરિષ્ઠ અધિકારી અઝહર ફારૂકીએ જણાવ્યું હતું કે, શહેરનાં ઘણા ભાગોમાં હિંસા ભડકી હતી તથા દેખાવકારોએ ઘણા વાહનોને આગને હવાલે કર્યા હતાં.

આ હિંસા તે સમયે શરૂ થઈ હતી જ્યારે અદાલતમાં મુશર્રફ સમર્થક અને વિરોધી સામ સામે આવી ગયા હતાં. દેખાવકારો દ્બારા મુશર્રફ સમર્થક અને સિંધ સૂબાનાં પૂર્વ મુખ્યમંત્રી અરબાબ ગુલામ રહીમને ગત સોમવારે નિશાન બનાવવાની ઘટના બાદથે કરચીમાં સ્થિતિ તણાવપૂર્ણ છે.

મુશર્રફનાં અન્ય એક સમર્થક અને પૂર્વ સંઘીય મંત્રી શહર અફઘાન નિયાને બે દિવસ પહેલા લાહોરમાં વકીલો દ્બારા નિશાન બનાવવામાં આવ્યા હતાં.

દરમિયાન મુશર્રફ સમર્થક મુત્તાહિદા કૌમી મૂવમેન્ટે (એમક્યુએફ) આ હિંસા માટે મુશર્રફ વિરોધીઓને જવાબદાર ઠેરવ્યા છે.
ઘણું બધુ
તિબેટ મુદ્દે ચીન સાથે : શાવેજ
ઈરાક : હિંસામાં 12નાં મોત
ફ્રાંસે ચીનની મશાલ સુરક્ષાની નિંદા કરી
બ્રિટનમાં સૌથી વધારે કાર્યરત ભારતીયો
આવારા સૌથી લોકપ્રિય ફિલ્મ
લંડન કોર્ટમાં HSMP મુદ્દે ભારતીયોની જીત