મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કેચોને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા પુરસ્કાર

મેક્સિકોની પત્રકાર લીડિયા કેચો રિબેરિયોને યુનેસ્કોનો વિશ્વ પ્રેસ સ્વતંત્રતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. કેચોને આ પુરસ્કાર રાજકીય ભ્રષ્ટાચાર અને સંગઠિત ગુન્હાનાં ખુલાસા કરવા માટે આપવામાં આવ્યો છે. યુનેસ્કોનાં એક વક્તવ્ય પ્રમાણે સંશોધનાત્મક પત્રકારત્વ દ્બારા તેમણે વેશ્યાવૃત્તિ અને બાળકોનાં અશ્લીલ સાહિત્યનાં વ્યવસાયીઓ, રાજનેતાઓ અને નશીલા પદાર્થોની તસ્કરી કરનારાઓનાં સંબંધોનો ખુલાસો કર્યો છે.

કેચોએ કાયદાની લડાઈ અને જાનથી મારી નાખવાની ધમકી બાદ પણ પોતાનું કામ યથાવત રાખ્યું, તે પોલીસની સતામણીનો શિકાર પણ બની હતી.

કેરેબિયન શહેરનાં કાનકૂનીની રહેનારી ફ્રિ લાંસ પત્રકાર કેચોનો જન્મ 1963 માં થયો હતો. તેમણે દૈનિક અખબાર લા વોજ ડેલ કેરિબેમાં ોતાનું યોગદાન આપ્યું છે.

યુનેસ્કોનાં પત્રકાર અને સંપાદકોનાં નિર્ણાયક મંડળનાં અધ્યક્ષ જોએ થ્લોલોએ કહ્યું હતું કે, વિરોધી પરિસ્થિતિથી પરિચિત રહ્યા બાદ પણ આ પત્રકાર વાંચકો, શ્રોતાઓ અને દર્શકો સુધી માહિતી પહોંડતી રહી. વિશ્વમાં પ્રેસની અભિવ્યક્તિની સ્વતંત્રતામાં પણ કેચોનું યોગદાન છે. કેચોને 25 હજાર અમેરિકન ડોલરની રકમથી સંમાનિત કરવામાં આવશે.
ઘણું બધુ
પાકિસ્તાન : સંઘર્ષમાં સાતનાં મોત
તિબેટ મુદ્દે ચીન સાથે : શાવેજ
ઈરાક : હિંસામાં 12નાં મોત
ફ્રાંસે ચીનની મશાલ સુરક્ષાની નિંદા કરી
બ્રિટનમાં સૌથી વધારે કાર્યરત ભારતીયો
આવારા સૌથી લોકપ્રિય ફિલ્મ