ઈન્દોર. પ્રતિબંધીત સંગઠન સિમીનુ નેટવર્ક તોડી પાડવા માટે સતર્ક બનેલી પોલીસે આજે ઈન્દોરમાંથી સિમીના વધુ બે કાર્યકરો ઝડપી પાડ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મહોંમદ ઈકબાલ તથા અબ્દુલ શાહિદને નંદનવન કોલોની અને શ્યામનગરમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ઈકબાલ સિમીનો સક્રિય કાર્યકર હતો અને સંગઠનના પ્રસાર અને પ્રચારમાં તેની મહત્વની ભૂમિકા રહી છે.
પોલીસે પકડાયેલા બંને જણા વિરુદ્ધ ગેરકાયદે કૃત્યો તથા રાષ્ટ્ર વિરોધી તત્વોની મદદનો ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સિમીનો સૂત્રધાર સફદર નાગૌરી સહિત સંગઠનના 13 હોદ્દેદારોને અગાઉ ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ શહેરમાં સિમીના કાર્યકરો અને મદદગારોની ધરપકડનો દોર જારી છે.
|