મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હિન્દુ કર્મચારીની હત્યાના વિરોધમાં પાક.માં પ્રદર્શન

ઈસ્લામાબાદ. કરાચીના કારખાનામાં સહકર્મચારીઓ દ્વારા હિન્દુ કામદારની હત્યાના વિરોધમાં પાકિસ્તાનમાં પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ. મહોંમદ પયગંબર વિષે આપત્તીજનક ટીપ્પણી બાદ ઉશ્કેરાયેલા મુસ્લિમોએ હિન્દુ કામદારની હત્યા કરી નાંખી હતી.

જે બાબતે ખાનગી સંગઠનોની એક પરિષદના ચેરમેન અસગર અલી નરેજો તથા જિયા સિંધ કામી મહઝના સ્થાનીક નેતા જિશાન લેઘારીના નેતૃત્વમાં ગઈકાલે મૃતકના ગામ મીરપુરખાસની પ્રેસક્લબ બહાર ઉગ્ર પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ.

જેમાં સરકાર પાસે ધાર્મીક ઉગ્રવાદ સમાપ્ત કરીને આ હત્યાકાંડની નિષ્પક્ષ તપાસ કરાવવાની માગણી કરવામાં આવી હતી. ઉપરાંત સરકાર પાસે ધાર્મિક આસ્થાથી પ્રભાવિત થયા સિવાય તમામ નાગરિકોની સુરક્ષાની અપીલ કરવામાં આવી હતી.
ઘણું બધુ
ઈન્દોરમાંથી સિમીના બે કાર્યકરો ઝડપાયા
લંડનની ઘડિયાળ થઈ 150 વર્ષની
હું માણસ છુ દાનવ નહી - દલાઈ લામા
કેચોને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા પુરસ્કાર
પાકિસ્તાન : સંઘર્ષમાં સાતનાં મોત
તિબેટ મુદ્દે ચીન સાથે : શાવેજ