ન્યૂયોર્ક. કાર્નેલ વિશ્વવિધાલયના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેમના દ્વારા બનાવવામાં આવેલા રોબોટે 10 કિલોમીટર ચાલવાનો કિર્તીમાન સ્થાપીત કર્યો છે.
રેંજર નામનો આ રોબોટ માણસની જેમ જ ચાલે છે. તે પગને આગળ ધપાવવા માટે પોતાના ગુરુત્વનો ઉપયોગ કરે છે. પ્રોફેસર એ ડી રુઈનાના નેતૃત્વમાં કાર્નેલ વિશ્વવિધાલયના શોધકર્તાઓ દ્વારા બનાવવામાં આવેલો આ રોબોટ એક પણ વિરામ લીધા સિવાય 10 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ અંગે પ્રોફેસર રુઈનાએ જણાવ્યુ હતુ કે, ઈલેક્ટ્ર મિકેનીકલ યંત્રોની દુનિયામાં આ નવુ આવિષ્કાર છે.
|