લંડન. પોતાના ભાઈએ ગ્લાસગો એરપોર્ટ પર હુમલો કરવાની યોજના બનાવી હોવાની જાણ છતાંય પોલીસ અધિકારીથી આ વાત છુપાવવાના ગુનામાં સંડોવાયેલા ભારતીય તબિબને 18 માસની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ તબિબે પોલીસ કસ્ટડી બાદ સજાની અવધી જેટલો સમય જેલમાં વિતાવ્યો હોવાથી તેને ભારત પરત મોકલવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.
ઓલ્ડ બેરી અદાલતે આ કેસની સુનવણી વખતે ટાંક્યુ હતુ કે, ભારતીય તબિબ સબીલમાં ઉગ્રવાદી હોવાના કોઈ લક્ષણ જણાતા નથી. પરંતુ તેણે પોતાના ભાઈ કફીલ અહેમદની આતંકવાદી ગતિવીધીઓ વિષે સ્થાનીક પોલીસ અધિકારીઓને જાણકારી આપી ન હતી.
જેથી તેને 18 માસની કેદની સજા ફટકારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગત 30મી જુલાઈએ કફીલ અહેમદ સળગતી જીપ લઈને ગ્લાસગો એરપોર્ટના એક ટર્મિનલમાં ઘુસી ગયો હતો.
પરંતુ તેની હુમલાની યોજના નાકામ થઈ ગઈ હતી. આ પ્રયાસમાં તે ગંભીર રીતે દાઝી જતાં તેનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. ત્યારપછી તેના ભાઈ સબીલ અહેમદને પોલીસે ઝડપી પાડ્યો હતો.
ભારતીય તબિબ સબીલ અહેમદને હવે ભારતમાં પરત મોકલવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. મુળ બેંગલુરના નિવાસી સબીલને ગઈકાલે આવ્રજન વિભાગના હવાલે કરી દેવાયો હતો.
|