મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બગદાદમાં સેનાના હુમલામાં 13નાં મોત

બગદાદ. અમેરિકા અને ઈરાકની સેનાએ બગદાદમાં કરેલા સંયુક્ત હુમલામાં 13 જણાંના મોત નીપજ્યાં હતા. સેનાના અધિકારીઓએ જાણકારી આપી હતી કે, અમેરિકા અને ઈરાકની સેનાના હુમલામાં બે સ્નાઈપર રોકેટથી હુમલો કરી રહેલા બે જણાં, ઓટોમેટીક હથિયારોથી લડાઈ કરી રહેલા લોકો તથા રસ્તા પર બોંબ લગાવી રહેતા ત્રણ જણાં સહિત કુલ 13 જણાંના મોત નીપજ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, શિયા ધર્મગુરુ મુક્તદા અલ સદ્રની મહેદી આર્મીના સદસ્યો અને સેના વચ્ચે ગત રવિવારથી ભીષણ જંગ જારી છે. જેમાં અત્યાર સુધી કુલ 70 જણાં માર્યા ગયા છે.
ઘણું બધુ
ભારતીય તબિબ સબીલને ભારત પરત મોકલાશે
રોબોટ દ્વારા 10 કિલોમીટર ચાલવાનો રેકોર્ડ
હિન્દુ કર્મચારીની હત્યાના વિરોધમાં પાક.માં પ્રદર્શન
ઈન્દોરમાંથી સિમીના બે કાર્યકરો ઝડપાયા
લંડનની ઘડિયાળ થઈ 150 વર્ષની
હું માણસ છુ દાનવ નહી - દલાઈ લામા