કોંગોનાં ગોમા શહેરમાં અકસ્માતગ્રસ્ત વિમાનમાં બેઠેલા 85 પ્રવાસીઓમાંથી 60નો બચાવી લેવામાં આવ્યા છે. દુર્ઘટનામાં ઘાયલોની સંખ્યા વિશે જુદાજુદા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે.
અધિકારીઓનું કહેવું છે કે, આ વિસ્તારમાં રહેનારા લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે તેનાં વિશે તેમણે કોઈ માહિતી નથી પરંતુ એરલાઈનનાં અધિકારીએ જણાવ્યું છે કે વિમાનમાં બેઠેલા 60 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
જો કે સ્થાનીય અધિકારીઓએ જણાવ્યું છે કે, કાટમાળમાં દટાયેલા ડઝનો શબ બહાર કાઢવામાં આવ્યા છે. એ સ્પષ્ટ નથી થયું કે આ શબ વિમાન યાત્રીઓનાં છે કે નહીં.
કોંગોની ખાનગી કંપની હેવા બોરા દ્બારા સંચાલિત ડીસી 9 વિમાન કિંશાસ જઈ રહ્યું હતું. હોવા બોરાનાં ડર્ક ક્રેમર્સે જણાવ્યું હતું કે, 53 પ્રવાસીઓ અને ચાલક દળનાં સાત સભ્યોને ઘટનાસ્થળેથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ વિમાન ઉડાણ ભર્યાનાં થોડા સમય બાદ વિમાન હવાઈ પટ્ટીના બીજા છેડે અકસ્માતગ્રસ્ત થયું હતું. પહેલા કહેવામાં આવ્યું હતું કે, વિમાન બેઠેલા 70 થી વધું લોકોનાં મૃત્યુ થયા છે.
|