માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઈન્ટરનેશલે આક્ષેપ લગાવ્યો છે કે 2008 ઓલિમ્પિક દરમિયાન ચીન લગભગ 374 લોકોને ફાંસીની સજા આપશે. એમનેસ્ટીએ કહ્યું છે કે, ચીને ગય વર્ષે 470 લોકોને ફાંસીની સજા આપ્યાની વાત સ્વીકારી છે. પરંતુ માનવાધિકાર કાર્યકર્તાઓનું માનવું છે કે અસલી આંકડો લગભગ આઠ હજાર સુધી હોઈ શકે છે.
એમનેસ્ટીની બ્રિટિશ નિર્દેશક કેટ એલને દાવો કર્યો હતો કે, વિશ્વમાં સૌથી વધું ફાંસીની સજા આપનારો દેશ હોવાને નાતે ચીનને સ્વર્ણ પદક આપવો જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે, વિશ્વસનીય અનુમાનો પ્રમાણે ચીનમાં દરરોજ સરેરાશ લગભગ 22 કેદીઓને ખાનગી રીતે ફાંસી આપવામાં આવે છે અને ઓલિમ્પિક રમતો દરમિયાન આ આંકડો 374 રહેશે.
લંડન સ્થિત માનવાધિકાર સંગઠને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ તથા ઓલિમ્પિક એથલીટોને ચીન દ્બારા ફાંસી આપવા મામલે વધું પારદર્શકતા વર્તવા દબાણ બનાવવા અપીલ કરી છે.
એમનેસ્ટીએ કહ્યું છે કે, ચીનમાં લગભગ 70 ગુન્હા માટે મોતની સજાની જોગવાઈ છે, જેમાં કર, છેતરપીંડી, વેટ, રસીદોની ચોરી, વિજળી પુરવઠો પૂરા પાડતા સ્થાનોને નુકશાન પહોંચાડવું, નકલી દવાઓ વેચવી, ધનની હેરાફેરી, લાંચ લેવી તથા માદક પદાર્થ વગેરે સામેલ છે. એલને આક્ષેપ કર્યો હતો કે ચીને મોતની સજાને સરકારી રીતે ગોપનીય ગણાવી છે.
|