પાકિસ્તાન પીપલ્સ પક્ષ (પીપીપી), પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાજ) અને અવામી નેશનલિસ્ટ પક્ષ (એએનપી) નું ટોચનાં નેતૃત્વ સંસદમાં એક પ્રસ્તાવ લાવીને અપદસ્થ જજોને બહાલ કરવા પર સહેમત થયું છે તથા 22 કે 23 અપ્રિલે આ માટે પ્રસ્તાવ રાષ્ટ્રીય એસેમ્બલીમાં રજુ કરવામાં આવશે.
પીપીપીનાં સહ અધ્યક્ષ આસિફ અલી જરદારી (પીએમએલ..એન) નાં નેતા નવાજ શરીફ અને એએનપીનાં અધ્યક્ષ અસ્ફંદયાર વલી ખાનની ગઈકાલે સાંજે લાંબી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, ત્રણ નવેમ્બર 2007 પહેલાની ન્યાયપાલિકાની બહાલીનો મુદ્દો સંસદીય સમિતિ પર નહીં નાખવામાં આવે પરંતુ સંસદમાં આ માટે એક પ્રસ્તાવ પસાર કરી જજોને બહાલ કરવામાં આવશે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ત્રણ નેતાઓ એ પણ નક્કી કર્યું છે કે આ પ્રસ્તાવ આગામી અઠવાડિયે 22 થી 23 એપ્રિલને સંસદ સમક્ષ રાખવામાં આવશે.
|