આફ્રિકી દેશ ઈક્વાટોરિયલ ગિનીમાં લશ્કરનું એક વિમાન અકસ્માતગ્રસ્ત થયું હતું. જેમાં 11 લોકોનાં માર્યા ગયાની શંકા સેવાઈ રહી છે.
સરકારી પ્રવક્તા સાંટિગો નસોબિયાએ જણાવ્યું હતું કે, રશિયન બનાવટનું આ વિમાન વાતા શહેરથી દક્ષિણી ટાપુ આન્નોબોન વચ્ચે ઉડાણ ભરવાનું હતું. પરંતુ તે દરમિયાન અકસ્માત થયો હતો.
અત્યાર સુધી ચાર લોકોનાં શબ પ્રાપ્ત થયા છે, જ્યારે આ બનાવમાં 11 લોકોનાં મૃત્યુની શક્યતા છે.
|