કરાચી. પાકિસ્તાનની એક અદાલતે પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોના પતિ આસિફ અલી જરદારીને 1997માં એક નોકરશાહની હત્યાના મામલામાં નિર્દોષ જાહેર કર્યા છે. આસિફ અલી જરદારી પર દક્ષિણી હૈદરાબાદના એક સરકારી અધિકારી આલમ બલોચ અને તેમના ડ્રાઈવરની ગોળી મારીને હત્યા કરવાના મામલામાં સંડોવણી હોવાનો આરોપ હતો.
જરદારીના વકીલ લેઘારીએ પત્રકારોને જણાવ્યુ હતુ કે, હૈદરાબાદની એક આતંકવાદ વિરોધી અદાલતે નોકરશાહ આલમ બલોચની હત્યાના મામલામાં જરદારીને નિર્દોષ જાહેર કર્યા છે. સરકારી વકીલે જણાવ્યુ હતુ કે, જરદારી સમક્ષ જુબાની આપવા વાળુ કોઈ સાક્ષી નહીં હોવાથી તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
|