મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પુતિન રશિયાની એથલીટ સાથે લગ્ન કરશે?

લંડન. રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન અને દેશની ખ્યાતનામ એથલીટ મહિલા લગ્ન કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. જોકે, અખબારમાં છપાયેલા અહેવાલો બાદ તેના માલિકે સંપાદકોને ખબર અંગે પુરાવા રજુ કરવાની વાત કરી છે અથવા જો પુરતા પુરાવા ન હોય તો માફી માગવાની તાકિદ કરી છે.

બ્રિટનના ધ ટેલિગ્રાફે રશિયાના અખબાર માસ્કોવસ્કી કોરેસ્પા ડેંટના હવાલાથી અહેવાલ પ્રકાશીત કર્યો છે કે, પુતિને 24 વર્ષીય એલિના કબેવા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. અખબારે દાવો કર્યો છએ કે, બંને જુન મહિના સુધી લગ્ન કરી શકે છે.

જોકે, આ સંબંધમાં કેમલિન દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. બીજી તરફ અખબારના માલિક એલેક્ઝેન્ડર લેબદેવે પોતાના છાપાના પહેલા પાને છપાયેલા અહેવાલમાં સંપાદકોને તાકિદ કરી છે કે, મિડીયાના કાયદા અંતર્ગત તેઓએ આ સમાચારની જવાબદારી સ્વીકારવી જોઈએ.
ઘણું બધુ
યુવરાજ હેરી લેફ્ટેનન્ટ બન્યા
હત્યાના આરોપમાં જરદારી નિર્દોષ જાહેર
મુશર્રફ સાથે ડેટિંગ પર જવું છે-મિસ પાક
વિમાન દુર્ઘટનામાં 17 નાં મોતની શંકા
પાક સંસદમાં જજોની બહાલીનો પ્રસ્તાવ
ચીનમાં 374 લોકોને ફાંસીની સજા