કોલંબો. શ્રીલંકાના હિંસાગ્રસ્ત ઉત્તરી ક્ષેત્રમાં સુરક્ષાદળો અને તામિલ વિદ્રોહીઓ વચ્ચે શરૂ થયેલી લડાઈમાં ઓછામાં ઓછા 16 વિદ્રોહિયોના મોત થયા હતા. આ ભીષણ લડાઈમાં સેનાનો એક જવાન પણ માર્યો ગયો હતો.
સૈન્ય પ્રવક્તા ઉદય નનાયાખારાએ જણાવ્યુ હતુ કે, આ વર્ષના એપ્રિલ માસ દરમિયાન સુરક્ષાદળો સાથેની લડાઈમાં ઓછામાં ઓછા 399 વિદ્રોહીઓ માર્યા ગયા છે. જ્યારે સુરક્ષા દળોએ પોતાના 34 જવાનો પણ ગુમાવ્યા છે. બંને વચ્ચે છેડાયેલા જંગ દરમિયાન 16 સામાન્ય નાગરિકો પણ મોતની ભેંટ ચડી ગયા છે.
|