બ્રાસીલિયા. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે બ્રાઝીલીયન રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લૂલા ડા સિલ્વાને સ્વાસ્થય સેવાના ક્ષેત્રમાં ભારતીય આયુર્વેદ ઔષધીયો અજમાવવાની સલાહ આપી હતી.
રાષ્ટ્રપતિ પાટિલે લેટિન અમેરિકી દેશ બ્રાઝીલની ત્રણ દિવસીય યાત્રાના અંતમાં જ્યારે લૂલા સાથે મુલાકાત લીધી ત્યારે તેમને આર્યુવેદથી તૈયાર થતી ઔષધીઓ અંગેની એક ડીવીડી ભેંટ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, બ્રાઝીલમાં સ્વાસ્થય સેવાઓને વધુ કારગત બનાવવા માટે ત્યાંના નેતાઓ ભારતની મદદ માગી રહ્યા છે. જેને જોતાં કેટલીક ભારતીય દવા કંપનીઓ દ્વારા ત્યાં ઉત્પાદન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
|