મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બોર્નિયોના પિગ્મી હાથીઓ વિષે રોચક અધ્યયન

ક્વાલાલમ્પુર. બોર્નિયોના રહસ્યમય પિગ્મી હાથી જાવા દ્વીપ પર સદીઓ પહેલા વિલુપ્ત થઈ ચુકેલા હાથીઓની પ્રજાતીની છેલ્લી પેઢીના સદસ્યો હોઈ શકે છે. પર્યાવરણ સમૂહ ડબલ્યૂડબલ્યૂએફની એક શોધ બાદ આ જાણકારી પ્રકાશીત કરવામાં આવી હતી.

શોધકર્તાઓ અનુસાર, અત્યંત ઠીંગણા કદના પિગ્મી હાથીઓ એશિયામાં જોવા મળતી હાથીની અન્ય પ્રજાતિઓ કરતાં શાંત હોય છે. આ હાથીઓને વર્ષો પહેલા રાજાઓ દ્વારા બોર્નિયો લાવવામાં આવ્યા હતા અને ત્યારપછી તેઓને જંગલમાં છોડી મુકવામાં આવ્યા હતા.

મલેશિયાના નિવૃત્ત જીવ વૈજ્ઞાનિક શિમ ફાવ સૂને જાણકારી આપી હતી કે, જંગલોમાં રહેતા બોર્નિયો હાથી ઈન્ડોનેશીયાના પાડોશી જાવા દ્વીપ પર લુપ્ત થઈ ચુકેલી હાથીઓની પેઢીના અંતિમ સદસ્યો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, પિગ્મી હાથીઓની ઉત્પત્તી અંગે ત્યાંના વૈજ્ઞાનિકો હંમેશા અસમંજસમાં રહ્યા છે.
ઘણું બધુ
પ્રતિભા પાટિલ દ્વારા બ્રાઝીલની મુલાકાત
શ્રીલંકામાં વિદ્રોહી સાથેની લડાઈમાં સેંકડોના મોત
પુતિન રશિયાની એથલીટ સાથે લગ્ન કરશે?
યુવરાજ હેરી લેફ્ટેનન્ટ બન્યા
હત્યાના આરોપમાં જરદારી નિર્દોષ જાહેર
મુશર્રફ સાથે ડેટિંગ પર જવું છે-મિસ પાક