ઈસ્લામાબાદ. રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની ચીન યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે થયેલા કરાર બાદ ચીન હવે પાકિસ્તાનને સસ્તા વ્યાજ દરે 50 કરોડ ડોલરનુ ઋણ આપવા માટે તૈયાર થઈ ગયુ છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમુદ કુરેશીએ જણાવ્યુ હતુ કે, બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય વેપાર વધારવાની ચર્ચા શરૂ થઈ હતી અને અનેક યોજનાઓની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. 50 કરોડ ડોલર જેટલી જંગી રકમ મેળવ્યા બાદ પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં સુધારો આવે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
|