વોશિંગ્ટન. અમેરિકાના બોસ્ટન શહેરમાં પાદરીઓ દ્વારા યૌન શોષણના શિકાર બનેલી મહિલાઓ સાથે ખ્રિસ્તીઓના ધર્મગુરુ પોપ બેનેડિક્ટે મુલાકાત લીધી હતી. તેમણે ભોગ બનેલી મહિલાઓને સાંત્વના આપી હતી અને તેઓ પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરી હતી.
પોપને મળ્યા બાદ એક પિડીત મહિલાએ જણાવ્યુ હતુ કે, ધર્મગુરુ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી સહાનુભૂતિ બાદ તેને રાહતનો અનુભવ થયો છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના ભાવનાત્મક પગલા લેનાર પોપ બેનેડિક્ટ પહેલા ધર્મગુરુ છે.
|