વોશિંગ્ટન. અમેરિકાના શિખ નેતાએ ઈરાકની રાજધાની બગદાદમાં ત્રણ વર્ષ પહેલા આતંકવાદીઓ દ્વારા નષ્ટ કરવામાં આવેલા ગુરુદ્વારાના પુનઃ નિર્માણ માટે વોશિંગ્ટન પાસેથી મદદ માગી છે.
શિખ નેતા રાજવંત સિંહે આ સંદર્ભે રક્ષામંત્રી રોબર્ટ ગેટ્સ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ડો. સિંગે જણાવ્યુ હતુ કે, રક્ષામંત્રીએ તેમની વાત પર ધ્યાન આપ્યુ હતુ અને આ વિષય ઉપર કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
|