મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વાઈરસગ્રસ્ત ઈમેલથી અમેરિકનો પરેશાન

ન્યૂયોર્ક. વાઈરસ ફેલાવતા ઈમેલના કારણે અમેરિકાના અનેક કોમ્પ્યુટરોમાં આવેલી ખરાબી બાદ એફબીઆઈ દ્વારા દેશના કોમ્પ્યુટર ધારકોને આ પ્રકારનો ઈમેલ ખોલવાનો ઈનકાર કરી દીધો છે.

એફબીઆઈએ માહિતી આપી હતી કે, આ ઈમેલ પહેલી નજરે વાસ્તવીક હોય તેમ જણાય છે. ઈમેલ પ્રાપ્ત કરનારાઓને જાણ કરવામાં આવે છે કે, તેઓ ગ્રાન્ડ જ્યુરી સમક્ષ હાજર થઈ જાઓ નહીં તો અદાલતનો અનાદર કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

ઈમેલમાં ફેડરલ કોડ કેલિફોર્નીયાની અદાલતનુ નામ તથા સરનામુ દર્શાવવામાં આવે છે. ઉપરાંત સમન્સ જારી કરનારા અધિકારીનુ નામ પણ જણાવવામાં આવે છે. અંતમાં એક લિન્ક ઉપર ક્લીક કરવાનુ જણાવવામાં આવે છે જે ક્લીક કરતાં જ કોમ્પ્યુટરમાં વાઈરસનો અપપ્રવેશ થઈ જાય છે અને તેના કોમ્પ્યુટરમાં ખરાબી આવવાની શક્યતા રહેલી છે.
ઘણું બધુ
બગદાદમાં ધ્વંસ ગુરુદ્વારાના પુનઃ નિર્માણની માગણી
અફઘાનમાં બોંબ વિસ્ફોટ, 17નાં મોત
પેઈચિંગ-શાંઘાઈ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન દોડશે
યૌન શોષણનો ભોગ બનેલી મહિલાઓને સાંત્વના
પાકિસ્તાનને ચીન દ્વારા 50 કરોડ ડોલરનુ ઋણ
ઈટાલીના પ્રધાનમંત્રીએ પાર્ટીનુ પ્રમુખ પદ છોડ્યું