એમ્સટર્ડમ. અફઘાનિસ્તાનના ઉત્તરી એટલાન્ટીક સંધી સંગઠન નાટોના નેતૃત્વ વાળી સેનામાં કાર્યરત નેધરલેન્ડના સૈન્ય પ્રમુખના પુત્રનુ એક વિસ્ફોટમાં મોત થયુ હતુ. નેધરલેન્ડના વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદન મુજબ, આ ઘટના અફઘાનિસ્તાનના ઉરજગાન પ્રાંતમાં તે સમયે બની હતી.
જ્યારે સેના પ્રમુખનો પુત્ર અન્ય બે સૈનિકો સાથે વાહનમાં સવાર થઈને જતા હતા. તે સમયે વાહન શક્તિશાળી વિસ્ફોટકની ચપેટમાં આવી ગયુ હતુ. ઉલ્લેખનીય છે કે, મરનાર સૈનિકો ઉરઝગાનમાં વિદ્રોહીઓ સામેના અભિયાનમાં ભાગ લઈને પરત આવ્યા હતા.
|